CRC BHALGAMDA

BLOCK - LIMBDI, DIST - SURENDRANAGAR

Translate

Wikipedia

શોધ પરિણામો

સંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શુક્રવાર, 10 મે, 2019

શ્રેષ્ઠ સમયદાન.

રાજેશભાઇ જતાપરા
આચાર્ય
ઠાંસા પ્રા. શાળા.
તા. લાઠી, જિ. અમરેલી.

ઉનાળાના વેકેશનમાં તેમના વતન મોટા ટીંબલા,તા.લીંબડી,જિ. સુરેન્દ્રનગર ખાતે આવેલ. સરકારના સમયદાન કાર્યક્રમ અન્વયે સાહેબે સ્વૈચ્છિક સંમતિ દર્શાવી. અને સીઆરસી ભલગામડા નો સંપર્ક કરી બાળકો માટે સમયનું દાન આપવાની સંમતિ દર્શાવી. 

એમના વતનથી નજીકની શાળા ઘાઘોસર શાળા તેમને ફાળવવામાં આવી.

પ્રથમ દિવસે 7.00 કલાકે ઘાઘોસર પહોંચી ઘેર ઘેર ફરી રૂબરૂ વાલીનો સંપર્ક કરી બાળકોને શાળાએ મોકલવા સમજાવ્યા. આજે ઘાઘોસર ગામમાં માત્ર ધોરણ 2 નહીં પણ શાળાના તમામ ધોરણના બાળકો પોતાની જાતે જ શાળાએ આવે છે. અને સાહેબ તમામ બાળકોને અભ્યાસ કરાવે  છે. સાહેબશ્રી દ્વારા તમામ બાળકો માટે પોતાના ખર્ચે નોટબુક, પેન્સિલ,રબર વિગેરે આપેલ છે તથા સમયદાન માટેના જરૂરી તમામ આધાર નિભાવેલ છે.

પરિપત્ર મુજબ રોજ 2 કલાકનું કાર્ય કરવાનું હોય છે આ સાહેબ નિયમિત ત્રણ કલાકનું સમયદાન આપે છે.

સાહેબનો સરળ સ્વભાવ બાળકોને શાળાએ આવવા માટે સતત પ્રેરિત કરે છે અને બાળકો પણ સાહેબની રાહ જોઈ શાળાએ ઉભા હોઈ છે.

પોતાની શાળાના બાળકો માટે તો શ્રેષ્ઠ કામગીરી કરે જ છે. પણ સાથે વેકેશનનો ઉત્તમ ઉપયોગ કરી સરકારના  સમયદાન કાર્યક્રમને સફળ બનાવવા તેમજ અન્ય શાળાના બાળકો પણ અપેક્ષિત સિદ્ધિ તરફ અગ્રેસર થાય તે માટે ઉદારતા અને કર્તવ્યનું એક આદર્શ ઉદાહરણ પ્રાથમિક જગતને પૂરું પાડેલ છે.