CRC BHALGAMDA

BLOCK - LIMBDI, DIST - SURENDRANAGAR

Translate

Wikipedia

શોધ પરિણામો

સંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

રવિવાર, 26 ઑગસ્ટ, 2018

એક્સપોઝર વિઝીટ.

તારીખ ૨૬/૦૮/૨૦૧૮ ના રોજ તાલુકા પ્રા.શિ.અધિકારી સાહેબ લીંબડીની મંજુરીથી પચમહાલ જીલ્લા સ્થિત શ્રી નવા નદીસર પ્રાથમિક શાળાની એક્સપોઝર વિઝીટનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સીઆરસી કો.ઓ. ભલગામડા, પેટા શાળાના ચાર આચાર્ય તથા પાંચ શિક્ષકો સહીત કુલ દસ કર્મચારીઓએ નવા નદીસર પ્રાથમિક શાળાની મુલાકાત લીધી. એક અદ્દભુત શાળા. શાળાનું તમામ સંચાલન બાળકોના હાથમાં. સુંદર બાગ બગીચા સાથે પ્રકૃતિના ખોળે રમતી ઉપવન સમી આ શાળા. શાળા પરિવાર, બાળકો તથા શાળાના આચાર્યશ્રી રાકેશભાઈ પાસેથી નવા નવા વિચારો તથા ક્લસ્ટર કક્ષાએ નવા આયોજનો કરવા માટે પ્રેરણા મળી. શાળાના આચાર્યશ્રી રાકેશભાઈને હાલ રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ તથા તે જ શાળાના ગોપાલભાઈને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળતાં તેમની આ સિદ્ધિને વધાવતાં સીઆરસી કો.ઓ ભલગામડા તથા સમસ્ત શિક્ષક પરિવાર વતી શિલ્ડ આપી મુલાકાતની સુવાસ તેમના હ્રદય તથા શાળામાં પ્રવાહિત કરવામાં આવી.
શાળાના આચાર્યશ્રીને શિલ્ડ અર્પણ કરતાં ભલગામડા સીઆરસી તથા શિક્ષક પરિવાર.


શાળાના આંગણમાં બાળકો સાથે ગરબા રમતા ભલગામડા ક્લસ્ટરના શિક્ષિકા બહેનો.





શાળાના આચાર્યશ્રી સાથે મુલાકાત. 


બુધવાર, 8 ઑગસ્ટ, 2018

07/08/18 VIDEO CONFRANCE

તારીખ ૦૭/૦૮/૧૮ ના રોજની મિશન વિદ્યા અંતર્ગત યોજાયેલ મહત્વપૂર્ણ વિડીઓ કોન્ફરન્સમાં શ્રી શિક્ષણ સચિવશ્રી વિનોદ રાવ સાહેબ, પ્રા.નિયામક શ્રી એમ આઈ જોશી સાહેબ તથા GCERT નિયામકશ્રી ટી એસ જોશી સાહેબ દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન તથા સૂચનો MP3 ફોર્મેટમાં રજુ કરું છું. જેને આપ અપના અનુકુળ સમયમાં મોબાઈલમાં ડાઉનલોડ કરી સાંભળી શકો છો.





ઓડિયો કલીપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો.


https://drive.google.com/open?id=1dSV6MXzMEcTn4DkuNXTlufkltpD-P1C7