CRC BHALGAMDA

BLOCK - LIMBDI, DIST - SURENDRANAGAR

Translate

Wikipedia

શોધ પરિણામો

સંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

મેસેજ *

રવિવાર, 11 ડિસેમ્બર, 2022

વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન 2022

    GCERT ગાંધીનગર પ્રેરિત, જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગરના માર્ગદર્શન અને સહયોગથી સીઆરસી ભલગામડા દ્વારા આયોજિત ક્લસ્ટર કક્ષાએ વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું.

    ક્લસ્ટરની કુલ છ શાળાઓએ ઉત્સાહપૂર્વક ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં ભાગ લીધો. બાળ વૈજ્ઞાનિકો દ્વારા કુલ ૧૧ કૃતિઓ પ્રદર્શનમાં મુકવામાં આવી.

    સરકારી માધ્યમિક શાળા ભલગામડા તથા એન.એમ હાઈસ્કુલ લીંબડી ના શ્વેતાબેન ચિતલીયા તથા પાયલબેન મકવાણા નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહ્યા.

    મૂલ્યાંકન દરમિયાન બાળ વૈજ્ઞાનિકો તથા નિર્ણાયકો વચ્ચે પ્રશ્નોત્તરી તેમજ કૃતિ બાબતે ચર્ચાઓ થતી જોવા મળી. 

    સરકારી માધ્યમિક શાળા ભલગામડા તથા પ્રાથમિક શાળા ભલગામડા ના ૧૫૦ થી વધુ બાળકો તેમજ શિક્ષકો , ગ્રામજનો તેમજ  SMC સભ્યો દ્વારા પ્રદર્શન નિહાળવામાં આવ્યું.

    પધારેલ તમામ બાળ વૈજ્ઞાનિકો ને  સીઆરસી કક્ષાએથી  સન્માનપત્ર તેમજ પ્રોત્સાહક ઇનામો આપી વધાવવામાં આવ્યા.

    બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રસ-રૂચી વધે તે માટે  દર ગુરુવારે તમામ શાળાઓના તમામ ધોરણોમાં ફરજીયાત પ્રયોગો  કરાવવામાં આવે તેમજ તેના આધાર નિભાવવામાં આવે જેવા માર્ગદર્શક સૂચનો સાથે પ્રદર્શનનું સમાપન કરવામાં આવ્યું.


મૂલ્યાંકન પૂર્વે નિર્ણાયકોને માર્ગદર્શન...



ઘાઘરેટિયા પ્રા. શાળા 

ભલગામડા પ્રા. શાળા 

નાના ટીંબલા પ્રા. શાળા 

મોટા ટીંબલા પ્રા. શાળા 


ઘાઘોસર પ્રા. શાળા 


ઘાઘરેટિયા પ્રા. શાળા 




રામરાજપર પ્રા. શાળા 


પ્રિન્ટ મીડિયા...





વધુ સમાચાર માટે અહિયાં ક્લિક કરો..

Related Posts:

  • સીઆરસી પરિવાર લીંબડી " શ્રેષ્ઠ શિક્ષણથી શ્રેષ્ઠ સમાજની રચના " ૨૮/૦૩/૨૦૧૭ ના રોજ સીઆરસી કો.ઓ તરીકે નિમણુક પામેલ મારા સાથી મિત્રો તથા બીઆરસી કો.ઓ. શ્રી લીંબડી... બીઆરસી/સીઆરસી પરિવાર લીંબડી … Read More
  • શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક  ક્લસ્ટરની શ્રી ભલગામડા પ્રા. શાળાના HTAT આચાર્ય શ્રી પ્રવિણભાઈ રેથળીયા સાહેબને સુરેન્દ્રનગર જીલ્લા તથા લીંબડી તાલુકામાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે  જીલ્લા વિકાસ અધિકારી શ્રી બંસલ સાહેબ, વઢવાણ ધારાસભ્ય વર્ષાબેન દોશી,જી… Read More
  • શ્રી નાના ટીંબલા પ્રા.શાળા શ્રી નાના ટીંબલા પ્રા.શાળા ના વિષય શિક્ષિકા બહેન શ્રીમતિ મિત્તલબેન ભટ્ટ દ્વારા વિજ્ઞાન દિવસ વિષે સમજ પૂરી પાડવામાં આવી તથા બાળકો દ્વારા વિવિધ પ્રયોગો કરાવવામાં આવ્યા. … Read More
  • શ્રી મોટા ટીંબલા પ્રા. શાળા શ્રી મોટા ટીંબલા પ્રા.શાળાના વિષય શિક્ષિકા બહેન ક્રિષ્નાબેન પટેલ દ્વારા વિજ્ઞાન દિવસની ઉજવણી નિમિત્ત વક્તવ્ય રજુ કરવામાં આવ્યું. શાળા કક્ષાએ વિવિધ નાના મોટા પ્રયોગો કરાવવામાં આવ્યા. … Read More
  • શ્રી ભલગામડા પ્રા.શાળા અત્રેની શાળાના આચાર્યશ્રી તથા વિષય શિક્ષિકા બહેન શ્રીમતિ મયુરીબા ઝાલા દ્વારા વિજ્ઞાન દિવસ નિમિત્ત સુંદર આયોજન કરવામાં આવ્યું. બાળ વૈજ્ઞાનિકો દ્વારા રીબીન કાપી વિજ્ઞાન દિવસની ઉજવણીની શરૂવાત કરવામાં આવી.જેમાં દેશના મહાન વૈજ… Read More