CRC BHALGAMDA

BLOCK - LIMBDI, DIST - SURENDRANAGAR

Translate

Wikipedia

શોધ પરિણામો

સંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

રવિવાર, 11 ડિસેમ્બર, 2022

વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન 2022

    GCERT ગાંધીનગર પ્રેરિત, જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગરના માર્ગદર્શન અને સહયોગથી સીઆરસી ભલગામડા દ્વારા આયોજિત ક્લસ્ટર કક્ષાએ વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું.

    ક્લસ્ટરની કુલ છ શાળાઓએ ઉત્સાહપૂર્વક ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં ભાગ લીધો. બાળ વૈજ્ઞાનિકો દ્વારા કુલ ૧૧ કૃતિઓ પ્રદર્શનમાં મુકવામાં આવી.

    સરકારી માધ્યમિક શાળા ભલગામડા તથા એન.એમ હાઈસ્કુલ લીંબડી ના શ્વેતાબેન ચિતલીયા તથા પાયલબેન મકવાણા નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહ્યા.

    મૂલ્યાંકન દરમિયાન બાળ વૈજ્ઞાનિકો તથા નિર્ણાયકો વચ્ચે પ્રશ્નોત્તરી તેમજ કૃતિ બાબતે ચર્ચાઓ થતી જોવા મળી. 

    સરકારી માધ્યમિક શાળા ભલગામડા તથા પ્રાથમિક શાળા ભલગામડા ના ૧૫૦ થી વધુ બાળકો તેમજ શિક્ષકો , ગ્રામજનો તેમજ  SMC સભ્યો દ્વારા પ્રદર્શન નિહાળવામાં આવ્યું.

    પધારેલ તમામ બાળ વૈજ્ઞાનિકો ને  સીઆરસી કક્ષાએથી  સન્માનપત્ર તેમજ પ્રોત્સાહક ઇનામો આપી વધાવવામાં આવ્યા.

    બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રસ-રૂચી વધે તે માટે  દર ગુરુવારે તમામ શાળાઓના તમામ ધોરણોમાં ફરજીયાત પ્રયોગો  કરાવવામાં આવે તેમજ તેના આધાર નિભાવવામાં આવે જેવા માર્ગદર્શક સૂચનો સાથે પ્રદર્શનનું સમાપન કરવામાં આવ્યું.


મૂલ્યાંકન પૂર્વે નિર્ણાયકોને માર્ગદર્શન...



ઘાઘરેટિયા પ્રા. શાળા 

ભલગામડા પ્રા. શાળા 

નાના ટીંબલા પ્રા. શાળા 

મોટા ટીંબલા પ્રા. શાળા 


ઘાઘોસર પ્રા. શાળા 


ઘાઘરેટિયા પ્રા. શાળા 




રામરાજપર પ્રા. શાળા 


પ્રિન્ટ મીડિયા...





વધુ સમાચાર માટે અહિયાં ક્લિક કરો..

શુક્રવાર, 15 જુલાઈ, 2022

બાલ મેળો ૨૦૨૨

  •  GCERT ગાંધીનગર પ્રેરિત તથા જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગરના આદેશ મુજબ ક્લસ્ટરની તમામ શાળાઓમાં તારીખ ૧૪ અને ૧૫ જુલાઈ ૨૦૨૨ ના રોજ  બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું. 



















રવિવાર, 26 જૂન, 2022

શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ - ૨૦૨૨

 સરકારશ્રીના  આદેશ મુજબ સમગ્ર ગુજરાતમાં જુન ૨૦૨૨ માં શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. 

  1. ભલગામડા પ્રા. શાળા.
  2. મોટા ટીંબલા પ્રા. શાળા.
  3. ઘાઘોસર પ્રા. શાળા.
  4. નાના ટીંબલા પ્રા. શાળા.
  5. રામરાજપર પ્રા. શાળા.
  6. ઘાઘરેટિયા પ્રા. શાળા.
  7. નટવરગઢ પ્રા. શાળા.
નિયત આયોજન મુજબ તારીખ ૨૩-૨૪ અને ૨૫ જુનના રોજ ઉપરોક્ત શાળાની મુલાકાત લેવામાં આવી. જેમાં મહોત્સવના પ્રમુખ અધિકારી તરીકે અત્રેના તાલુકાના તાલુકા પંચાયત પ્રમુખ માન.શ્રી કૃષ્ણસિંહજી રાણા સાહેબ સાથે લાયઝન તરીકે રહી ફરજ બજાવી.

દરેક શાળાઓમાં મિનીટ્સ TO મિનીટ્સના આયોજન મુજબ મહત્સવ ઉજવવામાં આવ્યો. વક્તવ્ય રજુ કરનાર બાળકો તથા એન્કરીંગ કરતા બાળકોને પ્રોત્સાહન સ્વરૂપે પ્રમુખ સાહેબ દ્વારા ૫૦૦ /- ૫૦૦/- રૂપિયા ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યા.

કાર્યક્રમ બાદ દરેક શાળામાં સમસ્ત સ્ટાફ, SMC તેમજ ગ્રામજનોની મીટીંગ યોજવામાં આવી. શિક્ષણની ગુણવત્તા વધારવા શાળાના સ્ટાફને તથા SMC ને અપીલ કરવામાં આવી.