CRC BHALGAMDA

BLOCK - LIMBDI, DIST - SURENDRANAGAR

Translate

Wikipedia

શોધ પરિણામો

સંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

ગુરુવાર, 28 નવેમ્બર, 2019

રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ SMC સન્માન

ગુજરાત સરકારના બેટી બચાવો બેટી પઢાવો ના સૂત્રને સરિતાર્થ કરતા સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાની ભલગામડા પ્રાથમિક શાળામાં શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા સતત ત્રણ વર્ષથી કન્યાઓ માટે વિશેષ સુવિધાઓ પ્રદાન કરવામાં આવે છે. જેને લઈ સમગ્ર શિક્ષા અભિયાન (SSA) ગુજરાત રાજ્ય દ્વારા કન્યા શિક્ષણની યોજનાઓના સશક્તિકરણ માટે ઇન્ફોસિટી ગાંધીનગર ખાતે તારીખ 28.11.19 ના રોજ યોજાયેલ કાર્યશિબિરમાં સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટર પી.ભારથી મેડમ, યુનિસેફ ચીફ લક્ષ્મીભવાની મેડમ તથા આસિસ્ટન્ટ સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટર જયશ્રી દેવાંગન મેડમની હાજરીમાં માન. શિક્ષણ મંત્રી (રા.ક.) વિભાવરીબેન દવે મેડમના વરદ હસ્તે સુરેન્દ્રનગર જિલ્લાની ભલગામડાં પ્રાથમિક શાળામાં કાર્યરત શાળા વ્યવસ્થાપન સમિતિને  શ્રેષ્ઠ SMC એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી પ્રવીણભાઈ રેથળીયા, સીઆરસી કો.ઓ. શ્રી રાકેશભાઈ પરમાર, SMC સભ્ય શ્રી કિરીટસિંહ ઝાલા તથા બીઆરસી કો.ઓ. શ્રી અશોકભાઈ વાઘેલા આ પ્રસંગે ઉપસ્થિત રહી સુવર્ણ શિલ્ડ સ્વીકારેલ છે.

મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય 

શ્રેષ્ઠ SMC નું સન્માન ....

સુવર્ણ ટ્રોફી 



શુક્રવાર, 30 ઑગસ્ટ, 2019

ડો.વિક્રમ સારાભાઇ જન્મ શતાબ્દી ઉજવણીના ભાગરૂપે

GCERT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગર ના આદેશથી ભારતના મહાન વૈજ્ઞાનિક અને ઇસરોના પિતા એવા ડો. વિક્રમ સારાભાઈની જન્મ શતાબ્દી ઉજવણીના ભાગરૂપે સીઆરસી ભલગામડાં દ્વારા ક્લસ્ટર કક્ષાના વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શનનું 
આયોજન થયુ.
તા.30.8.19

💫  સૌ બાળ વૈજ્ઞાનિકો તથા વૈજ્ઞાનિક શિક્ષકશ્રીઓ દ્વારા ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો.

💫  માધ્યમિક શાળાના બે વિજ્ઞાન શિક્ષકોને નિર્ણાયક તરીકે ઉપસ્થિત રાખવામાં આવ્યા.

💫  નિબંધ લેખન તથા વકતૃત્વ સ્પર્ધામાં વિજ્ઞાનમેળા માં ભાગ લીધેલ બાળકો સિવાયના બાળકોએ પણ ઉત્સાહથી ભાગ લીધો.

💫  લીંબડી તાલુકામાં ફેલાયેલ ઘાતક કોંગો ફીવર રોગ સામે પ્રતિકારક શક્તિ મેળવવા SMC ભલગામડા દ્વારા તમામ બાળકો તથા શિક્ષકોને ઉકાળો આપવામાં આવ્યો.

💫  ગામના સરપંચશ્રી વાઘુભા ભગવદ્દસિંહ રાણા સહિત ગ્રામપંચાયતના સભ્યોએ પ્રદર્શન નિહાળ્યું.

💫  SMC સભ્યો, ગ્રામજનો, માધ્યમિક શાળા ભલગામડાં ના બાળકો તથા  સૌ શિક્ષકો સહિત આશરે 250  વ્યક્તિઓએ  પ્રદર્શન નિહાળ્યું.

💫  બીઆરસી કો.ઓ.શ્રી લીંબડી તથા tpeo શ્રી લીંબડી એ પ્રદર્શન નિહાળવા આકસ્મિક મુલાકાત લીધી.

💫સૌ બાળ વૈજ્ઞાનિકો તથા વૈજ્ઞાનિક શિક્ષકો માટે ભોજન માટે દાળ, ભાત, બે શાક, રોટલી, છાસ તથા સંભારાની વ્યવસ્થા કરવામાં આવી.

💫  ઉપસ્થિત સૌ વૈજ્ઞાનિક શિક્ષકો, બાળ વૈજ્ઞાનિકો તથા સ્પર્ધક બાળકોને પ્રમાણપત્રો સાથે તમામ શાળાને સુવર્ણ ટ્રોફી અર્પણ કરવામાં આવી.


💫  આ વખતના તાલુકા કક્ષાના પ્રદર્શનમાં ક્લસ્ટર ની શાળાઓ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તમામ  વિભાગમાં પોતાની  કૃતિ સાથે આગળ વધશે. જેમાં અત્રેની  ભલગામડા પ્રા. શાળાની બે કૃતિ રજૂ થશે .


સીઆરસી કો.ઓ. ભલગામડા
રાકેશ પરમાર
લીંબડી - સુરેન્દ્રનગર

ક્લસ્ટરના વૈજ્ઞાનિક શિક્ષકો.

નિર્ણાયકો દ્વારા મૂલ્યાંકન 

SMC અધ્યક્ષ વાઘુભા રાણા પ્રદર્શન નિહાળતા 

માધ્યમિક તથા પ્રાથમિકના બાળકો 



નિર્ણાયકો દ્વારા મૂલ્યાંકન 


નિર્ણાયકો દ્વારા મૂલ્યાંકન 

બીઆરસી કો.ઓ..શ્રી અશોકભાઈ વાઘેલાની ઉપસ્થિતિ.



મૂલ્યાંકન 




SMC ભલગામડા દ્વારા ઉકાળો વિતરણ 

નિદર્શન 


SMC અધ્યક્ષ ભલગામડા 






TPEOશી લીંબડી જગદીશભાઈ મીરની ઉપસ્થિતિ..




















સન્માનપત્ર 

















સુવર્ણ સ્મૃતિચિન્હ અર્પણ 

સુવર્ણ સ્મૃતિચિન્હ અર્પણ 

સુવર્ણ સ્મૃતિચિન્હ અર્પણ 


સુવર્ણ સ્મૃતિચિન્હ અર્પણ 

















સુવર્ણ સ્મૃતિચિન્હ અર્પણ


શુક્રવાર, 21 જૂન, 2019

વિશ્વ યોગ દિવસ ૨૧ જુન ૨૦૧૯

ક્લસ્ટરની તમામ પેટા શાળામાં વિશ્વ યોગ  દિવસ ૨૦૧૯ ની ઉજવણી કરવામાં આવી. બાળકો, શિક્ષકો તથા ગ્રામજનોએ સાથે મળી  યોગ કર્યા.

ભલગામડા પ્રા. શાળા તથા માધ્યમિક શાળા 



Add caption




મોટા ટીંબલા પ્રા. શાળા



ઘાઘરેટિયા પ્રા. શાળા 











ઘાઘોસર પ્રા. શાળા 

ઘાઘોસર પ્રા. શાળા 

રવિવાર, 2 જૂન, 2019

સમયદાન શિક્ષક સન્માન.

રાજેશભાઇ જતાપરા.
શ્રી ઠાંસા પ્રા. શાળા.
તા. લાઠી.
જિ. અમરેલી.

              રાજેશભાઇ જતાપરા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા સ્થિત  લીંબડી તાલુકાના ભલગામડા ક્લસ્ટરની શ્રી ઘાઘોસર પ્રા. શાળા ખાતે વેકેશન દરમિયાન ધો.2 ના બાળકોને અપેક્ષિત સિદ્ધિ તરફ અગ્રેસર કરવા સરકારશ્રીના સમયદાન કાર્યક્રમમાં જોડાઈ શિક્ષણ જગતને મહત્વનું યોગદાન પૂરું પાડેલ છે. જે બદલ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગર તથા સીઆરસી ભલગામડાં દ્વારા તેઓની શ્રેષ્ઠ કામગીરી બદલ GCERT નિયામકશ્રી ડો. ટી.એસ. જોશી સાહેબના વરદ હસ્તે ગૌરવની લાગણી સાથે સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું..























શુક્રવાર, 17 મે, 2019

સમયદાન શાળા મુલાકાત.

સરકારશ્રીના સમયદાન કાર્યક્રમ અંતર્ગત GCERT ગાંધીનગરથી પધારેલ શ્રી પ્રકાશભાઈ મોદી સાહેબ, જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગર પ્રાચાર્ય શ્રી સી.ટી. ટુંડિયા સાહેબ, બીઆરસી કો.ઓ.લીંબડી શ્રી અશોકભાઈ વાઘેલા સાહેબ દ્વારા સમયનું દાન આપી ધોરણ ૨ ના બાળકોને અપેક્ષિત સિદ્ધી તરફ અગ્રેસર કરવા કાર્ય કરતાં શિક્ષકો તેમજ બાળકોને પ્રોત્સાહિત કરવા અધિકારીગણ દ્વારા અત્રેના ક્લસ્ટરની વિવિધ શાળાઓની મુલાકાત લેવામાં આવી.