CRC BHALGAMDA

BLOCK - LIMBDI, DIST - SURENDRANAGAR

Translate

Wikipedia

શોધ પરિણામો

સંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

સોમવાર, 17 સપ્ટેમ્બર, 2018

વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન ૨૦૧૮



  GCERT ગાંધીનગર પ્રેરિત DIET – સુરેન્દ્રનગર તથા બીઆરસી ભવન લીંબડીના સહયોગ તથા માર્ગદર્શન દ્વારા આજ રોજ અત્રેના ભલગામડા ક્લસ્ટરમાં સીઆરસી કક્ષાના વિજ્ઞાન-ગણિત- પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું.


       પ્રદર્શનમાં પધારેલ તમામ બાળ વૈજ્ઞાનીકો તથા માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન આપવામાં આવ્યા. સાથે સાથે દરેક વિદ્યાર્થી/સમાજ વિજ્ઞાન પ્રતિ જાગૃત્ત થાય અને જીવનમાં વૈજ્ઞાનિક અભિગમને અપનાવે તેવા પ્રેરણાદાયક વક્તવ્યો રજુ કરવામાં આવ્યા. ભાગ લીધેલ તમામ બાળ વૈજ્ઞાનિકો માટે પ્રોત્સાહક ઇનામો અને પ્રમાણપત્રો તથા   શિક્ષકો માટે પ્રમાણપત્રો તથા શિલ્ડ સ્મૃતિચિન્હ તરીકે અર્પણ કરવામાં આવ્યા.






















































સોમવાર, 10 સપ્ટેમ્બર, 2018

Mission Vidhya Evaluation Monitoring

મિશન વિદ્યા મૂલ્યાંકન મોનીટરીંગ માટે તારીખ ૧૦/૧૧/૧૨ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ ભાવનગર  જીલ્લાના વલભીપુર તાલુકામાં નિમણુંક થતાં ત્રણ દિવસ વલભીપુર તાલુકાની વિવિધ શાળાઓની મુલાકાત લેવામાં આવી. 

ખાનગી શાળાને ટક્કર આપે તેવી સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ અદ્દભુત શાળા દર્શન.



બુધવાર, 5 સપ્ટેમ્બર, 2018

જીલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક ૨૦૧૮

ક્લસ્ટરની શ્રી ભલગામડા પ્રા. શાળાના આચાર્યશ્રી પ્રવીણભાઈ રેથળીયા સાહેબનું જીલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે નામ પસંદગી પામતાં આનંદ સાથે હર્ષની લાગણી.
5 સપ્ટેમ્બર ૨૦૧૮ ના રોજ જીલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહમાં માનનીય શ્રી કુંવરજીભાઈ બાવળિયા, મંત્રીશ્રી પાણી પુરવઠા પશુપાલન ગ્રામ ગૃહ નિર્માણ ના હસ્તે શ્રી પ્રવીણભાઈ રેથળીયા સાહેબનું સન્માન તથા ધનરાશી સ્વરૂપે રૂપિયા ૧૫૦૦૦ /- આપવામાં આવ્યા. જેમાંથી PTC નું શિક્ષણ મેળવેલ સંસ્થા ડાયેટ સુરેન્દ્રનગરને ૫૦૦૦/- , બાળ અનાથાશ્રમને ૫૦૦૦/- તથા તેમની પોતાની શાળા શ્રી ભલગામડા પ્રા.શાળાને ૫૦૦૦/- દાનમાં આપવામાં આવ્યા. સાહેબની સાદગી સાથેના સમર્પણને હજારો સલામ...