⇑⇑⇑
શ્રી ભલગામડા પ્રા.શાળાના વિદ્યાર્થી મિત બાવાળીયા ને શાળાએ આવતા ગામ માંથી મોબાઈલ મળ્યો. પ્રામાણિકતાના ગુણ નું પાલન કરતા બાળકે તે મોબાઈલ શાળાએ આવી ઓફિસમાં જમા કરાવ્યો.. બાળકની ઉદારતા અને પ્રમાણિકતાના ગુણ ને બિરદાવતા સીઆરસી કક્ષાએથી બાળકનું સન્માન કરવામાં આવ્યું....
ક્લસ્ટરની શ્રી ભલગામડા પ્રા. શાળાના HTAT આચાર્ય શ્રી પ્રવિણભાઈ રેથળીયા સાહેબને સુરેન્દ્રનગર જીલ્લા તથા લીંબડી તાલુકામાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે જીલ્લા વિકાસ અધિકારી શ્રી બંસલ સાહેબ, વઢવાણ ધારાસભ્ય વર્ષાબેન દોશી,જીલ્લા પ્રા. શિક્ષણાધિકારી શ્રી આર.સી પટેલ સાહેબની હાજરીમાં રાજ્ય કક્ષાના મંત્રી મહોદય માનનીય શ્રી જયંતીભાઈ કવાડિયા ના વરદ હસ્તે પારિતોષિક એનાયત કરવામાં...
સીઆરસી કેન્દ્ર ભલગામડા સ્થિત ક્લસ્ટર કક્ષાના વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ક્લસ્ટરની તમામ શાળાના બાળકો તથા શિક્ષકોએ ભાગ લીધો.
શ્રી ભલગામડા પ્રા. શાળા
શ્રી મોટા ટીંબલા પ્રા.શાળા
શ્રી નાના ટીંબલા પ્રા.શાળા
શ્રી ઘાઘરેટિયા પ્રા. શાળા
શ્રી ઘાઘોસર પ્રા. શાળા
પાવભાજીનું ભોજન માણતા બાળ વૈજ્ઞાનિકો
શિક્ષક સમુદાય
...
મામલતદાર - લીંબડી, શ્રી એ.સી.પ્રજાપતિ સાહેબ સાથે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વ નિમિત્ત ઉત્કૃટ સેવા આપી.
નાયબ મામલતદાર - લીંબડી, શ્રી ઝીડ સાહેબ સાથે જિલ્લા કક્ષાના સ્વાતંત્રદિન નિમિત્ત ઉત્કૃટ સેવા આપ...
ક્લસ્ટરમાં વિવિધ શૈક્ષણિક હેતુઓને સિદ્ધ કરવા ગુજરાત રાજ્યની શ્રેષ્ઠ શાળાઓની શ્રેણીમાં આવતી શ્રી નવા નદીસર પ્રા.શાળા, જિલ્લો પંચમહાલની શાળા મુલાકાત લીધી..
આચાર્યશ્રી રાકેશભાઈ પટેલ,સીઆરસી કો.ઓ. ભલગામડા શ્રી રાકેશ પરમાર તથા આર્ટસ કોલેજ સંતરામપુર નિવૃત્ત આચાર્ય શ્રી પ્રો. ખંડુભાઈ પરમાર.
...
અત્રેના ક્લસ્ટરમાં કુલ ૧૩ શાળા સમાયેલ છે. જેમાં કુલ ૨૪૯૪ બાળકો તથા ૯૬ શિક્ષકો કાર્યરત છે. તમામ શિક્ષકો દ્વારા બાળકોના વિકાસને પૂર્ણ પ્રાધાન્ય આપવામાં આવે છે. ભણતરની સાથે સાથે બાળકોને જીવન ઘડતરના પાઠ પણ શીખવવામાં આવે છે.
સૌને નમસ્કાર.
" શ્રેષ્ઠ શિક્ષણથી શ્રેષ્ઠ સમાજની રચના."
સીઆરસી કો.ઓ.શ્રી ભલગામડા દ્વારા બનાવાયેલ બ્લોગમાં આપનું સ્વાગત છે. આ બ્લોગના માધ્યમથી ક્લસ્ટરની માહિતી તથા સિદ્ધિઓથી શિક્ષણ જગતના ફલકને સ્પર્શવાનો એક નાનકડો પ્રયાસ છે. આશા રાખું છુ કે આપને આ બ્લોગ ગમશે.