
ગુજરાત સરકારના બેટી બચાવો બેટી પઢાવો ના સૂત્રને સરિતાર્થ કરતા સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાની ભલગામડા પ્રાથમિક શાળામાં શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા સતત ત્રણ વર્ષથી કન્યાઓ માટે વિશેષ સુવિધાઓ પ્રદાન કરવામાં આવે છે. જેને લઈ સમગ્ર શિક્ષા અભિયાન (SSA) ગુજરાત રાજ્ય દ્વારા કન્યા શિક્ષણની યોજનાઓના સશક્તિકરણ માટે ઇન્ફોસિટી ગાંધીનગર ખાતે તારીખ...